ભારતમાં દરરોજ કોરોનાના વધતા કેસ,એક દિવસમાં ભારતમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ

દેશમાં એક દિવસમાં કોરોનાના નવા કેસ 1 લાખ 15 હજાર 262 આવ્યા છે. તો સાથે દેશમાં કોરોનાથી એક દિવસમાં રિકવર દર્દી 59 હજાર 700ની પહોંચી છે. ભારતમાં એક દિવસમાં કોરોનાથી 630ના મૃત્યુ થયા છે.

ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 8 લાખ 38 હજાર 633 છે. દેશમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 27 લાખ 99 હજાર 746 થઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 17 લાખ 89 હજાર 759 થઈ છે.

ગઈકાલે મુંબઇમાં કોરોનાના એક જ દિવસમાં સૌથી વધુ કેસ આવ્યા છે. અહીં  એક જ દિવસમાં 10 હજાર 30 નવા કેસ આવવાની સાથે સાથે  એક જ દિવસમાં મુંબઇમાં કોરોનાના 31 દર્દીના મૃત્યુ થયા હોવાનું પણ સામે આવ્યું છે. મુંબઇમાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 11 હજાર 828 સુધી પહોંચી ચૂક્યો છે. મુંબઇમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 4 લાખ 72 હજાર 332 થઈ છે અને સાથે જ એક જ દિવસમાં 7019 દર્દી સ્વસ્થ થયા છે.

દેશમાં રાજધાની  દિલ્હીમાં પણ એક જ દિવસમાં કોરોનાના 5100 કેસઆવતા ફફડાટ જોવા મળ્યો છે.

11 રાજ્યોમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, પંજાબ અને રાજસ્થાન છે. જેમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

જેમાં વર્ગ 2, 3 અને 4ના કર્મચારીઓને નિર્ણય લાગૂ થશે. AMC કમિશનરે કચેરીમાં 50 ટકા સ્ટાફ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.