વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના,મુખ્ય વૈજ્ઞાનિક ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથને,લૉકડાઉન અંગે આપ્યું છે મોટું નિવેદન

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (World Health Organisation)ના મુખ્ય વૈજ્ઞાનિક ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથ ( Dr Soumya Swaminathan)ને લૉકડાઉન અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે લૉકડાઉનના પરિણામો ખૂબ ભયંકર આવશે. સાથે જ તેમણે કોરોનાની બીજી લહેરને રોકવા માટે લોકોની ભૂમિકા પર પણ ભાર મૂક્યો છે.

ડૉક્ટર સ્વામીનાથને કહ્યુ કે, “ત્રીજી લહેર વિશે વિચારવા અને અમુક સંખ્યામાં લોકોને રસી આપવામાં આવ્યા સુધી આપણે બીજી લહેરનો સામનો કરવો જ પડશે. આ મહામારીની ચોક્કસથી કોઈ અન્ય લહેરો પણ હોઈ શકે છે.” WHO તરફથી કોવીશીલ્ડના બે ડોઝ વચ્ચે 8થી 12 અઠવાડિયાનો સમયગાળો રાખવાની સલાહ આપવામાં આવી છે. આ અંગે સ્વામીનાથને કહ્યુ કે, “હાલ બાળકોને વેક્સીન લગાવવાની સલાહ નથી આપવામાં આવી.

સાતમી એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસના પ્રંસગે તેમણે કહ્યું કે, સંક્રમણની નવી લહેર આખા ક્ષેત્રમાં ફેલાઈ રહી છે. વેક્સીન આપવાની ઝડપ વધારવા અંગે પ્રયાસ કરવા પડશે. ખાસ વાત એ છે કે ભારતમાં દરરોજ વેક્સીનના સરેરાશ 26 લાખ ડોઝ આપવામાં આવી રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.