દેશમાં બીજી વખત, કોરોનાના દૈનિક કેસનો આંકડો,કરી ગયો છે એક લાખને પાર

વર્લ્ડોમીટરના અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1.15 લાખ નવા કેસ સામે આવ્યા છે. દેશમાં બીજી વખત કોરોનાના દૈનિક કેસનો આંકડો એક લાખને પાર ગયો છે.

અગાઉ રવિવારે 24 કલાકમાં સંક્રમણના 1,03,558 નવા કેસ સામે આવ્યા હતા. આ ભારતમાં કોરોનાનો અત્યાર સુધીનો સૌથી મોટો દૈનિક ઉછાળો છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 1,27,99,746 થઈ ગઈ છે.

એક્ટિવ કેસ મામલે ભારત વિશ્વમાં ચોથા ક્રમે છે અને છેલ્લા 24 કલાકમાં 631 લોકોના મોત નોંધાયા છે. આ સાથે જ ઘાતક સંક્રમણના કારણે મરનારા લોકોની સંખ્યા 1,66,208 થઈ ગઈ છે. એક અભ્યાસ પ્રમાણે કોરોના વાયરસની બીજી લહેર પહેલી લહેરની તુલનામાં વધુ ઘાતક સિદ્ધ થઈ રહી છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 55,000 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે મુંબઈમાં 24 કલાકમાં નવા કેસનો આંકડો 10,000ને પાર થઈ ગયો છે. દિલ્હીમાં આ આંકડો વધીને 5 હજારને પાર થઈ ગયો છે. સપ્ટેમ્બર બાદ પહેલી વખત દિલ્હીમાં નવા કેસનો આંકડો 5 હજારને પાર ગયો છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.