તબીબોએ એવી દહેશત વ્યક્ત કરી છે કે, કાં તો કોરોનાના નવો સ્ટ્રેન હોય, અથવા તો કોરોનાની જનિનમાં,થયો હોય બદલાવ

તબીબોએ એવી દહેશત વ્યક્ત કરી છે કે, કાં તો કોરોનાના નવો સ્ટ્રેન હોય અથવા તો કોરોનાની જનિનમાં બદલાવ થયો હોય. આ કારણોસર બીજે મેડિકલ કોલેજે પૂણે સિૃથત નેશનલ ઇન્સ્ટિયુટ ઓફ વાયરોલોજી માં સેમ્પલ મોકલ્યાં છે.

કોરોનાના વધતાં કહેર વચ્ચે રસીકરણ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. અત્યારે એવા કિસ્સાં ધ્યાને આવ્યાં છેકે, કોરોનાની રસીના બે ડોઝ લીધા પછી ય લોકો કોરોનાનો શિકાર બની રહ્યાં છે.

બીજે મેડિકલ કોલેજેના ડીન ડો.પ્રણવ શાહે જણાવ્યું કે, બે ડૉક્ટરો ઉપરાંત અન્ય એક વ્યક્તિએ રસીના બંને ડોઝ લીધા પછી તેઓ કોરોનાના સંક્રમણમાં સપડાયા હતાં. કુલ મળીને ચાર સેમ્પલ પૂણે સિૃથત નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજીમાં મોકલાયાં છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.