અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, અમેરિકા ગરમીના અંત સુધીમાં, અન્ય દેશોની સાથે રસીનો વધારાનો જથ્થો કરશે શેર

બાયડને અમેરિકામાં તમામ લોકો માટે રસીકરણનું લક્ષ્ય પહેલા 1 મે નક્કી કર્યુ હતુ. જેને ઘટાડીને લગભગ 2 અઠવાડિયા પહેલા 19 એપ્રિલથી તમામ વયસ્કોને રસીકરણ માટે યોગ્ય ગણાવવામાં આવશે.

બાયડને 19 એપ્રિલે તમામ વયસ્કો માટેની પાત્રતાનો વિસ્તાર કરતા પહેલા દેશમાં તમામ વરિષ્ઠ નાગરિકોને રસીકરણ કરાવવાનો આગ્રહ કર્યો છે.

75 ટકા વરિષ્ઠ નાગરિકોને રસીનો ઓછામાં ઓછો ડોઝ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે તેમને આશા છે કે જ્યારે તે 100 દિવસનો કાર્યકાળ પુરો કરશે ત્યાં સુધીમાં 200 મિલિયન (2 કરોડ) રસીકરણને પુરો કરી ચૂક્યા હશે.

અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે અમેરિકા ગરમીના અંત સુધીમાં અન્ય દેશોની સાથે રસીનો વધારાનો જથ્થો શેર કરશે.

મીડિયા રિપોર્ટ અનુસાર તમામ 50 રાજ્યોમાં રસીકરણ અભિયાન તેજીથી ચાલી રહ્યું છે. બાયડને આ એલાન પહેલા વર્જીનિયાના એલેક્જેન્ડ્રિયામાં એક રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી.

એ બાદ રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યુ. બાયડને કહ્યું કે તેમનું પ્રશાસન સંઘીય ફોર્મેસી રસીકરણ કાર્યક્રમમાં ફોર્મેસિયોની સંખ્યા 17 000થી વધારીને લગભગ 40 હજાર કરી રહ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.