રુપાણી સરકારે લાદેલા પ્રતિબંઘોનો ભંગ કરનારને આ કલમો હેઠળ થશે સજા ? જાણો શું છે તેની સજાની જોગવાઇઓ

ગુજરાતની વિજય રૂપાણી સરકારે,રાજ્યની આઠ મહાનગર પાલિકાઓ ઉપરાંત બીજાં 12 શહેરો મળીને કુલ વીસ શહેરોમાં રાતના આઠ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કરફ્યુ લાગુ કરવાનો મંગળવારે રાત્રે નિર્ણય લીધો હતો.

વિજય રૂપાણી સરકારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) સાથે ચર્ચા કરી હતી. ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં લોકડાઉન લાદવું પડે, એવી ગંભીર સ્થિતી હોવાની ટકોર કરીને રાજ્યમાં 3-4 દિવસ માટે કરફ્યુ લાદવાનું કહ્યું પછી વિજય રૂપાણીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આરોગ્ય સચિવ અને અન્ય અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી.

ઉપરાંત રૂપાણી સરકારે  કેટલાક પ્રતિબંધો પણ મુક્યા છે. જેમકે લગ્ન-સત્કાર સમારંભમાં 100થી વધુ વ્યક્તિઓ એકઠા નહીં કરી શકાય, કર્ફ્યુનના સમયમાં આ 20 શહેરોમાં લગ્ન કે અન્ય કાર્યક્રમો નહીં યોજી શકાય. 50થી વધુ વ્યક્તિઓ એકત્ર નહીં કરી શકાય. શનિ-રવિમાં તમામ સરકારી કચેરીઓ બંધ રહેશે.

જો કોઈ વ્યક્તિ આ પ્રતિબંધનો ભંગ કરશે તો તેમની સામે એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭, ગુજરાત એપેડેમિક ડીસીઝ કોવિડ-19 રેગ્યુલેશન 2020ની જોગવાઈઓ, ઈન્ડિયન પીનલ કોડની કલમ 188 તથા ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઇઓ હેઠળ કાર્યવાહી કરાશે.

કોરોના વાયરસ COVID-19ની અસરોને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે ત્વરિત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમીક ડીસીઝ એકટ-1987 જાહેરનામાથી રાજયમાં ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન-2020 લાગુ કરવામાં આવેલ છે. આ રોગના સંક્રમણને આગળ વધતો કે ટકાવવા સામાજીક અંતર અને મોઢ માસ્ક પહેરવું અનિવાર્ય બને છે.

જો કોઈ વ્યક્તિ સરકારના કાનૂન-આદેશનું ઉલ્લંઘન કરશે તો તેના પર આઈપીસીની કલમ 188 અંતર્ગત કાર્યવાહી થઈ શકે છે. જો કોઈ સરકારી કર્મચારી પણ આ નિર્દેશનું પાલન ન કરે તો તેની સામે પણ આ કલમ લગાવી શકાય છે. જો તમને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશોની જાણકારી હોય અને છતાં ઉલ્લંઘન કરતાં હો તો તમારા પર કલમ 188 હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

જો કોઈ વ્યક્તિ સરકારી કર્મચારીને તેની કામગીરી કરતા રોકે અથવા કાયદાની સૂચનાનું પાલન કરવાનો ઇનકાર કરે તો તેની સામે  આ કલમ હેઠળ કાર્યવાહી કરાય છે. જેમાં ધાર્મિક સ્થળો પર જવું,  સામાજિક મેળાવડાઓનું આયોજન કરવું સહિતની પ્રવૃતિઓ સામેલ છે , જેમાં એક વર્ષની સજા અને દંડ તથા આવું કૃત્ય કરનાર વ્યક્તિથી જો કોઈ નુકસાન થાય તો બે વર્ષની સજા અને દંડની જોગવાઇ કરાઇ છે

કલમ-53:  રાહતકાર્યોના પૈસા અને તેની સામગ્રીનો દુરઉપયોગ કરાય અથવા ઉચાપત કરાય અથવા બ્લેકમાં વેચે તો તે સહિતની પ્રવૃત્તિ માટે બે વર્ષની સજાની જોગવાઈ છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.