ટ્રાયલ માટે શેડ્યુલ ટાઈમ પર આવતા રહ્યા માતા પિતા અને બાળકો,રસી ટ્રાયલમાં પૂર રીતે સુરક્ષિત નથી

ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ મંગળવારે કહ્યુ છે કે બાળકો માટે એસ્ટ્રાજેનેકા દ્વારા વિકસિત કોરોના વાયરસની રસીના ટ્રાયલ રોકી દેવામાં આવ્યા છે. મનાઈ રહ્યું છે કે આ ટ્રાયલ તે સમાચારો બાદ રોકવામાં આવ્યું છે

લોહીના થક્કા બનવાની આશંકાને ધ્યાનમાં રાખતા અધ્યયન શરુ કરતા પહેલા તે બ્રિટનમાં મેડિસિન અને હેલ્થકેર ઉત્પાદોના નિયામક  (MHRA) પાસેથી વધારે ડેટાની રાહ જોવાઈ રહી છે.

ટ્રાયલ માટે શેડ્યુલ ટાઈમ પર આવતા રહ્યા માતા પિતા અને બાળકોનિવેદનમાં કહેવામાં આવ્યું છે કે માતા પિતા અને બાળકો ટ્રાયલ માટે સેડ્યુલ ટાઈમ પર આવતા રહ્યા છે.

જો કોઈ સવાલ હોય તો તે ટ્રાયલ સાઈટ્સ પર પુછી શકે છે.  MHRA તે સંસ્થાઓમાંથી એક છે જે એસ્ટ્રાજેનેકાના આંકડા પર વિશ્લેષણ કરે છે.

MHRAએ ગત અઠવાડિયમાં જણાવ્યું કે બ્રિટનમાં લગાવવામાં આવેલી કુલ 180 લાખ રસીના ડોઝમાં 30 મામલામાં લોહીનો જથ્થો બન્યો છે. જેમાં 7 ઘણા ઘાતક હતા. યુરોપિયન મેડિસિન એજન્સીએ મંગળવારે કહ્યું કે હજું સુધી કોઈ નિષ્કર્ણ પર નથી પહોંચ્યા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.