ટીમના ખેલાડીઓ અને ક્રુ મેમ્બરના, પોઝિટિવ થવાની ખબરો, મળી રહી છે રોજ સાંભળવા

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પણ એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમના વધુ એક ખેલાડીને કોરોના થયો છે. ડેનિયલ સેમ્સ કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. આ પહેલા ટીમના ઓપનર દેવદત્ત પડિક્કલ પણ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયો છે.

ફ્રેન્ચાઈઝીએ સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું છે- RCB ડેનિયલ સેમ્સના સંપર્કમાં છે.મેડિકલ ટીમ તેના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે. BCCIના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે.

RCBએ આગળ કહ્યું છે ડેનિયલ સેમ્સ 3 એપ્રિલ ના રોજ ચેન્નાઈના હોટેલમાં ચેકઅપ કર્યું હતું. તેનો કોરોના રિપોર્ટ નેગેટીવ હતો. 7 એપ્રિલના રોજ તેનો બીજો ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો છે.

ડેનિયલ સેમ્સને RCBએ આઈપીએલ 14 માટે દિલ્હી કેપિટલ્સથી ટ્રેડ કર્યો છે. સેમ્સ ઓલરાઉન્ડર છે. ગઈ IPLમાં સેમ્સે 3 મેચ રમ્યા હતા અને તેમાં તેને એક પણ વિકેટ મળી ન હતી.

જેના પછી ઓસ્ટ્રેલિયાની સ્થાનિક T20 ટુર્નામેન્ટ બિગ બેશ લીગમાં સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. સિડની થંડર તરફથી રમતા 10 મેચોમાં 40.00ની સરેરારશથી 200 રન બનાવ્યા હતા. સાથે જ 8.51ની ઈકોનોમીથી 11 વિકેટો પણ લીધી હતી.

ડેનિયલ સેમ્સ પહેલા RCBના ઓપનર દેવદત્ત પડિક્કલ પણ 22 માર્ચના રોજ વાયરસથી સંક્રમિત થયો હતો. તે પોતાના ઘરમાં જ ક્વોરન્ટાઈન છે. RCBના સ્ટેટમેન્ટ પ્રમાણે, દેવદત્ત પડિક્કલ 22 માર્ચ 2021ના રોજ કોવિડ-19ની તપાસમાં પોઝિટિવ મળી આવ્યો હતો.

જેના પછી તે પોતાના બેંગ્લુરુ ખાતેના ઘરમાં ક્વોરન્ટાઈન હતો. RT-PCRમાં નેગેટીવ મળી આવ્યા પછી તે આરસીબીના બાયો બબલમાં સામેલ થઈ શકશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.