રાજ્ય સરકાર દ્વારા પણ કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા માટે તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. રાજ્યમાં ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવાનું પણ સૂચન કરવામાં આવી રહ્યું છે.
ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોના સંક્રમણ રાજ્યમાં ગંભીર રીતે વધતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ કેટલાક અવલોકનો કરવામાં આવ્યા હતા.
હાઇકોર્ટની ટકોર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને મળેલી હાઈપાવર કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, રાજ્યના 20 જિલ્લામાં રાત્રે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂની અમલવારી કરવામાં આવે. આ ઉપરાંત રાજ્યમાં 30 એપ્રિલ સુધી મોટા તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ લાદવામાં આવે. 30 એપ્રિલ સુધી રાજકીય કાર્યક્રમ કે બધા સામાજીક કાર્યક્રમો કરી શકાશે નહીં
રાત્રે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. 23 શહેરોમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર, ગાંધીનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર અને અમરોલીનો સમાવેશ થાય છે.
ગત લોકડાઉનમાં વ્યસનીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કારણ કે 10 થી 12 રૂપિયાના ભાવે મળતી તમાકુ સોપારીનો માવો 25થી 30 રૂપિયાના ભાવે મળતો હતો. ત્યારે હાઇકોર્ટની ટકોર બાદ રાજકોટના ધોરાજી સ્ટેશન રોડ પર આવેલા પાન બીડીના હોલસેલ વેપારીની દુકાનની બહાર લોકો લાંબી-લાંબી લાઈનો લગાવીને ઉભા રહી ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.