રાજયની (Gujarat Assembly Election) છ પેટા ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થઇ ગયા છે, ત્યારે અમરાઇવાડી (Amraiwadi) બેઠકના કૉંગ્રેસ (Congress) ઉમેદવાર ધર્મેન્દ્રભાઇ પટેલ (Dharmendra Patel) દ્વારા અનોખો પ્રચાર શરૂ કરાયો હતો. રેલી અને જનસભાઓના સ્થાને ચાની ચુસકી સાથે ઓટલા પરિષદ યોજી પટેલે લોકો પાસે મત માગ્યા હતા. આગામી 21 તારીખે મતદાન યોજાવા જઇ રહ્યું છે ત્યારે આજ સાંજ પાંચ વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે અને હવે ઉમેવદારો ‘ડોર ટુ ડોર’ પ્રચાર કરી મતદારોનો પોતાની તરફ આકર્ષીત કરશે. ત્યારે કૉંગ્રેસના ઉમેદવારનો અનોખો પ્રયોગ કર્યો હતો.
અમરાઇવાડી બેઠકના કૉંગ્રેસ ઉમેદવાર ધર્મેન્દ્રભાઇ પટેલ ( ધમભાઇ પટેલ) ન્યુઝ18 ગુજરાતી સાથે ખાસ વાતચિતમાં કહ્યુ હતું કે ‘આ વખતે અમરાઇવાડીના મતદારો પરિવર્તન ઇચ્છી રહ્યા છે. અત્યાર સુધી ભાજપે હંમેશા હાઇ પ્રોફાઇલ પ્રચાર કર્યો છે. છેલ્લા દિવસમાં રેલીઓ અને જનસભાઓ થતી હોય છે, લાખો રૂપિયાના પેટ્રોલનો ધુમાડો થતો હોય છે. આથી અમને વિચાર આવ્યો કે, આવા ખર્ચે કરવાના બદલે લોકો પાસે સીધા જવું જોઇએ. અને તેમની સમસ્યાઓ સાંભળવી જોઇએ આથી ઓટલા પરિષદ કરવાનો વિચાર આવ્યો હતો.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.