અમદાવાદમાં દર 100માંથી 30 કેસ પોઝિટિવ,હાલ કુલ 293 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ

અમદાવાદની સરકારી હોસ્પિટલો કોરોનાના કેસથી ઉભરાઈ રહી છે તે છે. હાલ 100માંથી 30 અમદાવાદી કોરોના પોઝિટિવ આવી રહ્યો હોવાનો ક્યાસ મંડાઈ રહ્યો છે.

1200 બેડની હોસ્પિટલમાં ICU બેડની અછત ઉભી થઈ છે. હોસ્પિટલ તંત્રએ SRP અને પોલીસનો બંદોબસ્ત માંગ્યો છે. બેડ ન મળતા દર્દીઓના પરિવારજનો હોબાળો ન કરે તે માટે બંદોબસ્ત માંગ્યો છે.

ગઈકાલે અમદાવાદમાં કોરોનાના 798 નવા કેસ સામે આવ્યા હતા. એગ્રેસિવ ટેસ્ટિંગ માટે બનાવેલ ડોમોમાં વહેલી સવારથી જ ટેસ્ટિંગ માટે લાંબી લાઈનો લાગી રહી છે.

સિવિલ કેમ્પસમાં આવેલી તમામ હોસ્પિટલ ફુલ થઈ ગઈ છે. સિવિલના વોર્ડ ફુલ થતા મોટો નિર્ણય લેવાયો  છે. કિડની હોસ્પિટલને કોરોના હોસ્પિટલ તરીકે ટ્રાન્સફર કરાઇ છે. મંજુશ્રીમાં 400 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદમાં કોરોનાના 798 નવા કેસોનો ઉમેરો થતા જ રોજના લગભગ 700 કેસ આવી રહ્યા છે.

ચાંદલોડિયાની જય અદિત પાર્ક સોસાયટી આખી કોરોનાએ બાનમાં લીધી છે. જય અદિત સોસાયટીના 79 ઘરોમાં રહેતા  264 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટમાં મુકાયા છે. જોધપુરના 28 ઘરો જેમાં 112 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન મુકાયા છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.