બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં કોરોનાનો મચી ગયો છે કહેર,આ સીરીયલ માં પ્રવેશી ગયો કોરોના

ઇન્‍ડિયન ફિલ્મ એન્ડ ટીવી પ્રોડ્યૂસર્સ કાઉન્સિલનાં ટીવી વિંગનાં ચેરમેન જેડી મજેઠિયાનાં શો ‘વાગલે કી દુનિયા’નાં 39 લોકો એક સાથે કોરોના પોઝિટિવ (Sab TV Show 39 Members Tests Corona Positive) આવ્યા છે.

હાલમાં શોની શૂટિંગ બંધ છે અને કહેવાય છે કે જો પરિસ્થિતિ નહીં સુધરે તો શો ક્યારેય બંધ થઇ શકે છે. આ પહેલાં મજેઠિયાનાં જ એક શોનાં ટેક્નિશિયનનું કોરોનાને કારણે નિધન થયું છે.

મીડિયા તરફથી મળતી માહિતી મુજબ, ‘વાગલે કી દુનિયા’નાં મુખ્ય કલાકાર સુમીત રાઘવન, પરિવા પ્રણતિ, ભારતી આચરેકર અને આ બાળકોનો રોલ અદા કરી રહેલાં બાળ કલાકાર ચિન્મયી સાલ્વી અને શીહાન કપાહી પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.

પાંચ દિવસ પહેલાં શોની લિડ એક્ટ્રેસ ભારતી આચરેકર અને એક બાળ કલાકાર કોરોના સંક્રમિત હતા જે બાદ તમામનો ટેસ્ટ કરવામાં આવ્યો તો માલૂમ થયું કે, સેટ પર કામ કરતાં 50 ટકાથી વધુ લોકો કોરોના સંક્રમિત છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.