જુનાગઢના મજેવડીમાં સ્વેચ્છાએ લોકડાઉન આપ્યુ છે. જ્યારે વંથલીના સાંતલપુરમાં 8 દિવસનુ લોકડાઉન જાહેર કરાયુ છે. કેશોદના બામણાશા 15 દિવસનુ લોક ડાઉન જાહેર કર્યુ છે .
રાજકોટના હડાલા ગામ આજથી 15 એપ્રિલ સુધી સ્વયંભૂ બંધ છે. દુકાનો સવારે 2 કલાક જ ખુલ્લી રહેશે. ગ્રામજનો દ્વારા સ્વંયભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે.
રાજ્યની કોર્ટોમાં 50 ટકા કોર્ટ સ્ટાફ કોરોના સંક્રમિત થયો છે જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ, રાજકોટ, સુરતની તમામ કોર્ટમાં કામગીરી બંધ રહેશે. વડોદરા, જામનગરની તમામ કોર્ટમાં પણ ફિજિકલ કામગીરી કરવામાં નહીં આવે.
કોરોનાનું સંક્રમણ વધ્યુ હોવાને કારણે 17 એપ્રિલ સુધી કોર્ટમાં ફિજિકલ કામગીરી બંધ રહેશે.
જૂનાગઢ’>જૂનાગઢ</a> પાટણ ગોઘરા દાહોદ ભાવનગર આણંદ નડિયાદ ભુજ ગાંધીધામ ભરેચ સુરેન્દ્રનગર અમરેલી ગુજરાતી -લગ્ન પ્રસંગમાં 100 લોકોને જ મળશે મંજુરી -30 એપ્રિલ સુધી સરકારી કચેરીમાં શનિ-રવિ રજા -તમામ મોટા મેળાવડા અને સભા પર 30 એપ્રિલ સુધી પ્રતિબંધ -આ તમામ નિયમો 30 એપ્રિલ 2021 સુધી લાગુ રહેશે ASMITA NEWS
કોર કમિટી બેઠક પૂર્ણ થયાં બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે.
ગુજરાતમાં વધતા કોરોનાના કેસને લઈને હાઈકોર્ટે સરકારને નિર્દેશ કર્યો છે. રાજ્યમાં 2-3 દિવસના વિકેન્ડ કર્ફ્યુની જરૂરિયાત હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે. રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવાનો પણ આદેશ કર્યો છે. રાજ્યમાં સરકાર 2 કે 3 દિવસના વિકેન્ડ કર્ફ્યું લગાવે તેઓ હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.