ક્યાંક નાઈટ કર્ફ્યૂ છે તો ક્યાંક શહેરમાં ટોટલ લોકડાઉન,બુધવારે પહેલી વાર 1 લાખ 26 હજાર 198 કેસ આવ્યા

ગત વર્ષ મહામારી શરુ થયા બાદ આ અત્યાર સુધીના સૌથી વધારે આંકડા છે. આ તમામની વચ્ચે મહામારીને કાબૂ કરવા માટે રાજ્યોમાં લોકડાઉનલગાવવાની શરુઆત કરી દેવામાં આવી છે. ક્યાંક નાઈટ કર્ફ્યૂ છે તો ક્યાંક શહેરમાં ટોટલ લોકડાઉન છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમામ રાજ્યોમાં મુખ્યમંત્રીઓની સાથે મીટિંગ કરશે. મીટિંગ આજે સાંજે 6.30 વાગે થશે.

મહારાષ્ટ્રમાં વીએન્ડ પર લોકડાઉન લગાવવમાં આવી રહ્યુ છે. તેમજ રોજ રાતે 8થી સવારના 7 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ છે. રેસ્ટોરેન્ટ અને પબમાં બેસીને ખાણી પીણી બંધ. જમવાનું પાર્સલ લઈ જઈ શકો.

ગુજરાતમાં 20 શહેરોમાં 30 એપ્રિલ સુધી રાતના 8થી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કર્ફયૂ લંબાવી દેવામાં આવ્યું છે. સરકારે 30 એપ્રિલ સુધી રાજનીતિક તથા સામાજિક સમારોહ પર પ્રતિબંધ લગાવ્યો છે.

ઉત્તર પ્રદેશમાં અનેક જગ્યાઓ પર નાઈટ કર્ફ્યૂ. 500 થી વધારે કેસ વાળા 13 જિલ્લામાં જિલ્લાધિકારીઓને નાઈટ કર્ફ્યૂ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.  તેમજ લખનૌમાં નાઈટ કર્ફ્યૂ આજથી અમલમાં મુકવામાં આવશે.

દિલ્હીમાં સરકારે 30 એપ્રિલ સુધી રાતના 10થી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગૂ કર્યુ છે. તમામ સ્કૂલો -કોલેજો બંધ. ફક્ત જ્યાં પ્રેક્ટિકલ ચાલૂ છે તે સ્કૂલો ચાલુ રહેશે.

રાજસ્થાનમાં 5 એપ્રિલથી 19 એપ્રિલની વચ્ચે જિમ, સિનેમા હોલ, એમ્યૂજેમેન્ટ પાર્ક સ્વિમિંગ પુલ બંધ રહેશે. સરકારે 1થી 9માં ધોરણના ક્લાસ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. સરકારે પોસ્ટે ગ્રેજ્યુએશન અને ગ્રેજ્યુએશનના લાસ્ટ યરને છોડીને તમામ ક્લાસ બંધ કર્યા છે.

છત્તીસગઢના રાયપુરમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવાયો છે.  આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાયપુર જિલ્લા અંતર્ગત સંપૂર્ણ વિસ્તારમાં 9 એપ્રિલે સાંજે 6 વાગ્યાથી 19 એપ્રિલ સાંજના 6 વાગ્યા સુધી કેન્ટોલમેન્ટ જોન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન જિલ્લાની સીમા સીલ રહેશે. 11 દિવસોમાં મેડિકલ દુકાનોને ખોલવા માટે પરવાનગી રહેશે.

ઓડિશા સરકારે 10 જિલ્લામાં રાત્રિ કર્ફ્યૂ લગાવ્યું છે.  એક અધિકારીએ જણાવ્યું કે સુંદરગઢ, બરગઢ, ઝારસુગુડા, સંબલપુર, બલાંગીર, નૌપાડા, કાલાહાંડી,  મલ્કાનગિરી, કોરાટપુર અને નબરંગપુર જિલ્લામાં રાતે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે

પંજાબમાં નાઈટ કર્ફ્યૂનો સમય લંબાવવામાં આવશે. રાતના 9થી સવારના 5 વાગ્યા સુધી રાતના સમયમાં કર્ફ્યૂ તમામ 22 જિલ્લામાં લાગૂ રહેશે. આ અત્યાર સુધી 12 જિલ્લામાં લગાવવામાં આવ્યુ હતુ

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.