ટાયરનો કાળો રંગ તેમાં મિક્સ કરાતા કાળા કાર્બનના કારણે છે. કોટનના દોરાથી મળીને ટાયરની લાંબી ઉંમરને તૈયાર કરાય છે. તેમાં હીટ ઓછી કરવા માટે અને સ્થિરતા વધારવા માટે કાર્બન મિક્સ કરાય છે.
પહેલું ટાયર 1895માં બનાવવામાં આવ્યું હતું ત્યારે તેમાં રબરનો ઉપયોગ કરાયો હતો. રબરનો સાચો રંગ દૂધિયો સફેદ હોય છે જેના કારણે પહેલા ટાયરનો રંગ સફેદ હતો.
કાર્બન એટલા માટે મિક્સ કરાય છે કે રબર જલ્દી ઘસાય નહીં, સાદુ રબર 8000 કિમી ચાલે છે તો કાર્બન મિક્સ કરવાથી એક ટાયર 80000 થી 1 લાખ કિમી ચાલે છે. જો કે ટાયરના કાળા રંગ માટેનું એક કારણ કેમિકલ કમ્પાઉન્ડ કાર્બન બ્લેક પમ છે.
દરેક ડ્રાઈવર ટાયરની સારી કંપનીની ઈચ્છા રાખે છે. એક રીતે કાર્બન બ્લેક ટાયરની લાઈફને વધારે છે. કાર્બનબ્લેક ટાયરમાં હીટને ઘટાડે છે અને ટાયરના એ ભાગથી હીટને ખેંચે છે જે ભાગ ગાડી ચલાવતી સમયે ગરમ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.