લોકડાઉન થશે તો જ કોરોનાની ચેન અટકશે,આપણે જીવિત રહીશું તો વેપાર ધંધો રહેશે

ગુજરાતમાં કોરોનાએ માઝા મૂકી છે. રોજ નવા નવા રેકોર્ડ બનાવે છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સે સરકારને લોકડાઉન કરવાની વિનંતી કરી છે.

તેમનું કહેવું છે કે, લોકડાઉન થશે તો જ કોરોનાની ચેન અટકશે. આપણે જીવિત રહીશું તો વેપાર ધંધો રહેશે. મૃત્યુઆંક અને પોઝિટિવનો આંક ધારણાથી પણ વધારે ઝડપથી વધી રહ્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ અંગે રજૂઆત કરી છે. શનિવાર-રવિવારે લોકડાઉન કરવાની રજૂઆત કરી છે. હોટલને 11 વાગ્યા સુધી હોમ ડિલિવરીની છૂટ આપવામાં આવી છે.

ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 175 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 18684 પર પહોંચ્યો છે.

ગુજરાતમાં કોરોનાના કેસથી હડકંપ આજે નોંધાયા સૌથી વઘુ 3575 કેસ -રાજ્યમાં આજે (7 એપ્રિલ, 2021) અત્યાર સુધીના સૌથી વઘુ 3575 કેસ -અમદાવાદમાં 804, સુરતમાં 621, રાજકોટમાં 395 અને વડોદરામાં 351 કેસ -આજે 22ના મોત સાથે કુલ મૃતાંક 4620, આજે 2217 દર્દીઓ ડિસ્યા્જ

કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 804 કેસ અને ગ્રામ્યમાં 19 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 621 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 198 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 351 કેસ, જ્યારે ગ્રામ્યમાં 106 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 395 કેસ અને ગ્રામ્યમાં 95 કેસ નોંધાયા છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.