નોઈડા અને ગાઝિયાબાદમાં નાઈટ કર્ફ્યુ,17 એપ્રિલ સુધી નાઈટ કર્ફ્યુની જાહેરાત

નોઈડા અને ગાઝિયાબાદમાં વહિવટીતંત્ર દ્વારા 17 એપ્રિલ સુધી નાઈટ કર્ફ્યુ લાગુ પાડવામાં આવ્યો છે. તેમજ આ બન્ને શહેરોની તમામ સ્કૂલો, કોલેજ અને કોચિંગ સેન્ટરોને પણ બંધ કરી દેવાયા છે.

નોઈડા અને ગાઝિયાબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી થયેલા આદેશાનુસાર આખા જિલ્લામાં 17 એપ્રિલ સુધી રાતના 10 થી સવારના 5 સુધી નાઈટ કર્ફ્યુ રહેશે.જોકે જરુરી સેવાઓ ચાલુ રહેશે.

દરેક રાજ્ય સરકાર કોરોનાના નાથવા માટે પોતપોતાની રીતે પગલાં ભરી રહી છે. તેમાં હવે વધુ એક રાજ્ય સરકારનો ઉમેરો થયો છે.

સત્તાવાર આદેશ અનુસાર, રાજ્યમાં સ્વિમિંગ પુલ, જિમ, પાર્ટી પ્લોટ અને રહેણાંકના કોમ્પલેક્સના કામકાજ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. બેંગ્લુરુ પોલીસ કમિશનર કમલ પંતે તમામ પ્રકારની રેલીઓ, પ્રદર્શન, જાહેર મેળાવડા, કાર્યક્રમો તથા પ્રાર્થના પર પ્રતિબંધ મૂકી દીધો છે.

કેરળના અર્થશાસ્ત્રી અને પબ્લિક હેલ્થ પોલિસી એનાલિસ્ટ રિઝો.એમ.જોને જણાવ્યું કે રસીકરણમાં ઓછી ઝડપ, લોકોની લાપરવાહી, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનું પાલન ન કરવાને કારણે કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.