વિવિધ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન, માસ્ક વગર દેખાતા લોકો અંગે, દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચનો, માગ્યો છે જવાબ

વિવિધ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન માસ્ક વગર દેખાતા લોકો અંગે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચનો જવાબ માગ્યો છે. હાઈકોર્ટે ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ફરજિયાત માસ્ક પહેરવા અંગે સવાલ ઉઠાવ્યો છે.

દિલ્હી હાઈકોર્ટમાં થયેલી એક અરજીમાં ચૂંટણી પંચે તેની વેબસાઈટ, મોબાઈલ એપ્સ, અન્ય પ્લેટફોર્મ્સ અને સામગ્રી પર ચૂંટણી દરમિયાન કોરોના પ્રોટોકોલ અંગે માહિતી આપવા અંગે માગણી કરાઈ છે.

આ અરજી થિંક ટેંક સેન્ટર ફોર એકાઉન્ટેબિલિટી એન્ડ સિસ્ટેમેટિક ચેન્જના ચેરમેન વિક્રમ સિંહ તરફથી દાખલ કરાયેલી અરજીના સંદર્ભમાં મુખ્ય ન્યાયાધીશ ડી. એન. પટેલ અને ન્યાયાધીશ જસમીત સિંહની બેન્ચે કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટીસ પાઠવી છે.

અરજીમાં બેન્ચને જણાવાયું છે કે કોરોના કાળમાં માસ્ક પહેરવો ફરજિયાત હોવાના મુદ્દે બધી જ ઓથોરિટીમાં સર્વાનુમત છે ત્યારે આ નિયમ ચૂંટણી પ્રચારમાં શા માટે લાગુ કરતો નથી?

આ સિવાય દેશના વિવિધ રાજ્યોમાં પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ રહી છે. વિક્રમ સિંહે તેમની અરજીમાં માગણી કરી હતી કે કોરોનાના તમામ નિયમો બાજુ પર મૂકીને જોરશોરથી ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.