માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં અવરજવર ઉપર પ્રતિબંધ,બિનજરૂરી અવરજવર કરતા લોકો ઉપર પોલીસ કેસ કરાશે

કોરોના વાયરસની બીજી લહેરમાં પહેલી લહેર કરતાં પણ વધારે કેસ સામે આવી રહ્યા છે અને પરિસ્થિતિ વધુને વધુ વિકટ બનતી જઈ રહી છે. ગુજરાતમાં પણ દરરોજ કોરોના વાયરસ રેકોર્ડ તોડી રહ્યો છે અને એક્ટિવ કેસ સતત વધી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે ત્યારે અમદાવાદ અને સુરતમાં સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે.

સુરતમાં માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં અવરજવર ઉપર પ્રતિબંધ મૂકાયો અને દેખરેખ રાખવા માટે શિક્ષકોને માઈક્રો કન્ટેઈન્મેન્ટની જવાબદારી સોંપાઈ છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે ગઇકાલે મોતનો આંકડો 35 પર પહોંચ્યો છે. તો સાથે કોરોનાના કેસની સંખ્યામાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 4021 કેસ નોંધાયા છે અને 2197 દર્દીઓ સાજા થયાં છે.

અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 951 કેસ અને ગ્રામ્યમાં 26 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 723 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 237 કેસ નોંધાયા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.