બે આતંકવાદી ધાર્મિક સ્થળે છૂપાયેલા છે, અને સુરક્ષાદળો પર કરી રહ્યા છે ફાયરિંગ

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર થયા છે.

મળતી માહિતી મુજબ બે આતંકવાદી ધાર્મિકસ્થળે છૂપાયેલા છે. સેના તરફથી ટિયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સેનાએ ધાર્મિક સ્થળે છૂપાયેલા આતંકવાદીઓને સરેન્ડર માટે એક આતંકવાદીના ભાઈ અને એક સ્થાનિક ઇમામને ધાર્મિક સ્થળની અંદર મોકલ્યો છે.

જમ્મુ કાશ્મીર પોલીસ મુજબ આતંકવાદી સંગઠન અંસાર ગજવાત ઉલ હિંદ (એજીયૂએચ)ના બે આતંકવાદીઓને સૈન્યદળોએ ટ્રેપ કર્યા. ત્રણ આતંકવાદી માર્યા ગયા છે.

શોપિયાંના જન મોહલ્લા વિસ્તારની ઘેરાબંધી કરી સૈન્યદળોનું ઓપરેશન ચાલું છે. આ અથડામણમાં એક અધિકારી સહિત ચાર જવાન ઇજાગ્રસ્ત થયા છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.