કેન્દ્ર સરકાર દ્વારા ખેતીની માટીનો વિગતવાર સર્વેક્ષણ કરવા માટે દેશના 17 જિલ્લા નક્કી કરાયા છે તેમાં નર્મદા જિલ્લાનો સમાવેશ કરાયો છે.
જેમાં નર્મદા (ગુજરાત), વશીમ (મહારાષ્ટ્ર), ખમણ (તેલંગાણા), ફતેહપુર, ચિત્રકૂટ, સોનભદ્ર, ચંદૌલી (યુપી), વિરુદનગર (તામિલનાડુ), કાલાહાંડી, કોરાપુત, ધાંકનાલ, ગજપતિ, બોલાંગીર (ઓડિશા), દુમકા, ચત્ર, ગિરિજા ઝારખંડ) 17.95 લાખ હેક્ટરને આવરી લે છે.
જમીનમાં મોર્ફોલોજિકલ પરીક્ષા, જમીન લેબોરેટરીમાં જમીનના નમૂનાઓના વિશ્લેષણ અને જીઆઈએસ લેબમાં રિમોટ સેન્સિંગ અને નકશાની તૈયારી સહિતની જમીનના વ્યવસ્થિત વિગતવાર અભ્યાસ થશે.
વરસાદ, પાણી, હવામાન, ખરાબ જમીન, પડતર જેવા વિગતવાર ડેટા બેસ બનાવવામાં આવશે. રાસાયણિક ખાતરનો ઉપયોગ, જમીનની સુધારણા, માટી, જમીન, પાણી, પાક અને પોષક તત્વો, માટી આરોગ્ય પત્રક તૈયાર કરીને જમીનનો યોગ્ય ઉપયોગ કરી શકાશે.
વિશ્વમાં ISRIC ઘણી રાષ્ટ્રીય, પ્રાદેશિક, સ્થાનિક અને બિન-સરકારી સંસ્થાઓ તેમના ક્ષેત્ર અને તેમની પ્રક્રિયાઓ અને ધોરણો અનુસાર સંસ્થાઓને માટીની માહિતી આપે છે. લગભગ 1.5 મીટરની ઊંડાઈથી જમીનના નમૂનાઓ લઈને પૃથ્થકરણ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.