કેનેડાના વૈજ્ઞાનિકોએ ખાસ રીતના બેક્ટેરિયલ એન્ઝાઈમનો ઉપયોગ કરીને બ્લડ ગ્રુપ Aને યુનિવર્સલ ડોનર બનાવી દીધો છે. મતલબ હવે હોસ્પિટલોમાં લોહીની કમીને લીધે લોકોના ઓછા મોત થશે. વધારેમાં વધારે લોકોને લોહી મળી શકશે.
માત્ર અમેરિકામાં જ કોઈ પણ દિવસ ઈમરજન્સી સર્જરી, શિડ્યુલ ઓપરેશન અને રૂટીન ટ્રાન્સફ્યુઝન માટે 16500 લિટર લોહીની જરૂર પડતી રહે છે. પરંતુ દર્દીને કોઈ પણ લોહી આપી શકાય તેમ નથી. સફળ ટ્રાન્સફ્યુઝન માટે જરૂરી છે ડોનરનું બ્લડ ગ્રુપ દર્દીના બ્લડ ગ્રુપ સાથે મેચ ખાતું હોવું જોઈએ
આ પ્રક્રિયા મોટા પાયે સફળતા અપાવે છે તો નક્કી આ મેડિકલ સાયન્સમાં મોટું પગલું હશે. વ્યક્તિમાં ચાર ટાઈપના બ્લડ ગ્રુપ હોય છે- A, B, AB અથવા O. તેમને લાલ કોશિકાઓની ચારે બાજુ હાજર શુગર મોલીક્યુલ્સ કણોથી ઓળખવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ જેનું બ્લડ ગ્રુપ A છે અને તેને બ્લડ ગ્રુપ બનું લોહી આપી દેવામાં આવે તો આ શુગર મોલીક્યુલ્સ કણ જેને બ્લડ એન્ટીજન કહેવામાં આવે છે, તે RCB પર હુમલો કરી દે છે.
સામાન્ય રીતે આ લોહીની માંગ હોસ્પિટલોમાં સૌથી વધારે રહે છે કારણ કે ઓપરેશન થિયેટરમાં ઘણી વખત એક્સિડન્ટ પીડતોનું બ્લડ ગ્રુપ તપાસવાની તક મળતી નથી.
ચાર વર્ષના પ્રયાસો પછી કેનેડાના વાનકુંવર સ્થિત યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયાના કેમિકલ બાયોલોજીસ્ટ સ્ટીફન વિથર્સે આ એન્ઝામ્સને શોધ્યું જે બ્લડ ગ્રુપ એને યુનિવર્સલ ડોનરમાં બદલી શકે છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.