ડોક્ટર હર્ષ વર્ધને આંકડા રજૂ કર્યા ,4.3 કરોડથી વધારે રાજ્યોમાં ડિલીવરી થવાની છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને ગુરુવારે રસીની અછતની ફરિયાદ કરનારા રાજ્યો પર નિશાન સાધ્યું છે. સાથે એમ પણ સ્પષ્ટ કર્યુ છે કે રસીની ફાળવણીની ફરિયાદ કરનારા મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના 3 રાજ્યો છે. જેમાંથી રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ભાજપનું શાસન નથી.

આ દરમિયાન ડોક્ટર હર્ષ વર્ધને આંકડા રજૂ  કર્યા છે. તેમણે જાણકારી આપી છે કે કેન્દ્રની પાસે હવે 2.4 કરોડ સ્ટોકમાં છે અને 4.3 કરોડ રસીપ્રાપ્ત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યુ છે કે તમામ રાજ્યો માટે પર્યાપ્ત રસીઉપલબ્ધ છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કેટલાક રાજ્યોએ કેન્દ્ર સરકારનો પક્ષપાતને લઈને વિરોધ કરવો એક માત્ર દેખાડો છે.

તેમણે જણાવ્યું કે અત્યાર સુધી 9 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે . ત્યારે 4.3 કરોડથી વધારે રાજ્યોમાં ડિલીવરી થવાની છે. તેમણે સવાલ ઉઠાવ્યા પણ હવે અછતનો સવાલ ક્યાં ઉઠે છે. અમે સતત સપ્લાય પર નજર રાખી રહ્યા છીએ અને તેને સારુ બનાવવા પ્રયાસ કરી રહ્યા છીએ

મહારાષ્ટ્ર સહિત રાજ્યોમાં ટેસ્ટિંગ અને કેન્ટોનમેન્ટ રણનીતિ અને રસીકરણ ડ્રાઈવને સારી રીતે લાગૂ કરવાની જરુર છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર સરકારનું ઉદાસીન વલણ વાયરસ સામે લડવાના સમગ્ર દેશના પ્રયાસને અસર કરી રહ્યું છે.

ખાસ કરીને રાજ્યોમાં અછતની ફરિયાદની વચ્ચે રસીની નિકાસ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે કેન્દ્રએ કહ્યુ છે કે રાજ્યોને પુરતી માત્રામાં રસી આપવામાં આવી છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.