ભારતમાં કોરોનાનો કહેર,એક દિવસમાં 1.44 લાખથી વધુ નવા કેસ

ભારતમાં કોરોનાથી એક દિવસમાં 77 હજાર 119 દર્દી રિકવર થયા છે.  તો ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 10 લાખ 40 હજાર 993 થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 32 લાખ 02 હજાર 783 થયા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 19 લાખ 87 હજાર 940 થઈ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1 લાખ 44 હજાર 829 નવા કેસ આવ્યા છે તો સાથે જ 773 મોત થયા છે. આ રીતે ભારતમાં કોરોના વાયરસનો મૃત્યુઆંક 13,202,783 થયો છે, જે દુનિયામાં ત્રીજા નંબરે છે.

શુક્રવારે ડેટાથી પહેલા આ દેશમાં એક દિવસમાં સૌથી વધારે કેસઆવ્યા છે. ભારતમાં રિકવરી રેટ ઘટીને 91.22 ટકા અને સક્રિય કેસવધીને 7.50 ટકા થયા છે.

24 કલાકમાં દેશમાં કુલ 83.29 ટકા કેસ આવ્યા છે. જેમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાયા છે. તેમાંથી 53.84 ટક કેસમહારાષ્ટ્રના છે. છત્તીસગઢ, યૂપી, દિલ્હી અને કર્ણાટક  નવા કેસની સાથે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.