સુરતમાં એક પ્રેમ કહાનીનો, આવ્યો છે કરુંણ અંજામ

સુરતમાં એક મહિલા TRB તરીકે ફરજ બજાવતી અને પોતાના પતિથી અલગ રહેતી મહિલાને સાથી TRB  જવાન સાથે પ્રેમ થઇ ગયો હતો. જોકે આ મહિલા લગ્ન માટે દબાણ કરતી હતી ત્યારે આ યુવાને લગ્નથી બચવા માટે પોતાની પ્રેમિકાને મહારાષ્ટના ધુલીયા લઈએ જઈને તાપી નદીમાં ફેંકી તેની હત્યા  કરી નાખી હતી.

કાજલ રાહુલને ધમકી આપતી કે જોતે લગ્ન નહીં કરે તો પોલીસ કેસમાં ફસાવી દેશે. રાહુલ કાજલથી છુટકારો મેળવવા માંગતો હતો. 31મી માર્ચે રાહુલ કાજલને લગ્ન કરવાના બહાને મહારાષ્ટ્રમાં લઈ ગયો હતો.

ઘણાં દિવસ છતાં કાજલ ઘરે નહીં આવતા તેની મહારાષ્ટ ખાતે રહેતી માતા સાથે દરોજ વાત કરતી કાજલે વાત નહિ કરતા તેની શોધમાં તેની માતા સુરત ખાતે આવી હતી. જોકે  માતાએ કાજલની શોધખોળ શરૂ કરી હતી.

પોલીસે આ મામલે તપાસ શરુ કરી ત્યારે ખબર પડી હતી કે રાહુલે આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરેલ હતો. જોકે પોલીસે રાહુલને રજા મળતા પોલીસ મથકે લઇ આવી હતી

પોલીસે આ મામલે તાત્કાલિક ધૂલિયા પોલીનો સંપર્ક કરતા શિંદખેડા પોલીસને તાપી નદીમાંથી કાજલની લાશ મળી હતી. પરંતુ તેની ઓળખ ત્યારે પોલીસ કરી શકી નહોતી. તેથી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને બિનવારસી લાશ તરીકે કાજલની લાશની અંતિમવિધી કરી નાખી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.