કોરોનાવાયરસના ચેપના કેસોમાં ઉછાળાને, કાબૂમાં લાવવા પાકિસ્તાન ડોમેસ્ટિક મુસાફરીઓ પર, લાદી રહ્યું છે નિયંત્રણો

કોરોનાવાયરસના ચેપના કેસોમાં ઉછાળાને કાબૂમાં લાવવા પાકિસ્તાન ડોમેસ્ટિક મુસાફરીઓ પર નિયંત્રણો લાદી રહ્યું છે. થાઇલેન્ડ, કે જેણે કોરોનાવાયરસના રોગચાળામાં અન્ય દેશોની સરખામણીમાં વધુ સારી કામગીરી કરી છે .

એવા દેશો કે જ્યાં રસીકરણના કાર્યક્રમમાં છેવટે કંઇક વેગ આવ્યો છે ત્યાં પણ ચેપના કેસો, હોસ્પિટલાઇઝેશનો અને મૃત્યુઓના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે.

વિશ્વ આરોગ્ય સંગઠને આજે જણાવ્યું હતું કે તે એ બાબતે ઘણુ ચિંતિત છે કે ચેપના કેસો આખા વિશ્વના પ્રદેશોમાં વધી રહ્યા છે, જે નવા વાયરસ વેરિઅન્ટથી દોરાઇ રહ્યા છે

પોતાના છેલ્લામાં છેલ્લા સાપ્તાહિક એપિડેમિઓલોજીકલ અપડેટમાં હુએ જણાવ્યું છે કે કોવિડ-૧૯ના નવા કેસો સતત છઠ્ઠા સપ્તાહે વધ્યા છે, જેમાં ગયા સપ્તાહે ૪૦ લાખ કરતા વધુ કેસો નોંધાયા હતા.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.