8 મનપા વિસ્તારની શાળામાં નહી યોજાય પરીક્ષા,15થી 30 એપ્રિલ દરમિયાન નહી યોજાય પરીક્ષા

ગાંધીનગરમાં ધો-10 વિધાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. 8 મનપા વિસ્તારની શાળામાં પરીક્ષા નહી યોજાય. 15થી 30 એપ્રિલ દરમિયાન પરીક્ષા નહી યોજાય. કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આવતા વિધાર્થીઓ પરીક્ષા નહી આપી શકે.

પહેલા ગુજરાત બોર્ડે 15થી 17 એપ્રિલ સુધી ધો.10ની મરજીયાત વિષયોની થીયરી અને પ્રેકટિકલની પરીક્ષા શાળા કક્ષાએ લેવા સૂચના આપી હતી. પરંતુ કોરોનાને પગલે આઠ મહાનગરોમાં આ પરીક્ષા મોકુફ કરવામા આવી છે અને અન્ય શહેરો-ગામોમાં હવે 15થી 17 એપ્રિલને બદલે 15થી 30 એપ્રિલ સુધી લેવા માટે સૂચના આપવામા આવી છે.

ધો.10માં ફરજીયાત મુખ્ય વિષયોની પરીક્ષા બોર્ડ દ્વારા લેવાય છે અને ચિત્ર, ઉદ્યોગ, સંગીત સહિતના ઘણા મરજીયાત વિષયોની પરીક્ષા શાળાએ પોતાની રીતે લેવાની હોય છે અને આ પરીક્ષાના ગુણ સ્કૂલ દ્વારા બોર્ડને મોકલી આપવામા આવે છે. આ મરજીયાત વિષયોની 50 ટકા પ્રેક્ટિકલ અને 50 ટકા થીયરીની પરીક્ષા હોય છે

પરંતુ કોરોનાના સતત વધતા કેસોને પગલે બોર્ડે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જુનાગઢ, જામનગર, ગાંધીનગર અને ભાનવગર સહિતના આઠ મહાનગરોમાં આ પરીક્ષા મોકુફ કરી દીધી છે. જ્યારે અન્ય શહેરો-ગામોની ધો.10ની સ્કૂલોમાં આ પરીક્ષા શાળા કક્ષાએ જ લેવાની રહેશે પરંતુ કોરોનાને લઈને  વિદ્યાર્થીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે બોર્ડે પરીક્ષાના દિવસો વધાર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.