રથમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ રહેશે. કોરોના માટેનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે. ડાયાબિટિસ, બ્લડ સુગર, હિમોગ્લોબીનનો ટેસ્ટ પણ કરાશે. ધન્વંતરી રથ દ્વારા જ દર્દીઓને દવાઓ પણ અપાશે. અમદાવાદમાં હાલમાં 35 ધન્વંતરી રથ કાર્યરત છે.
ગુજરાત પણ કોરોના સંક્રમણના ભરડામાં છે. ગઈકાલે 4500થી વધુ કેસ નોંધાયા છે. સરકાર લોકોને સારવાર આપવા કટિબદ્ધ છે. ઓછા લોકો સંક્રમિત થાય તેવા પ્રયાસ થઈ રહ્યા છે. સંક્રમિતોને તાત્કાલિક સારવાર મળે તે પ્રાથમિકતા છે.
6700 ઓક્સિજન બેડ ઉભા કર્યા છે. ICU વધારીને 3100 બેડ કરવામાં આવ્યા છે. 965 વેન્ટિલેટરનો વધારો કર્યો છે. અમદાવાદમાં 5 હજાર બેડનો વધારો કર્યો છે. સુરતમાં 4 હજાર, વડોદરામાં 3500 બેડનો વધારો કર્યો છે
છેલ્લા સપ્તાહમાં 88 હજાર ઈન્જેક્શનની વ્યવસ્થા કરી છે. 3 લાખ ઈન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે. હાલમાં પ્રતિદિન 1.20 લાખ ટેસ્ટ કરી રહ્યાં છીએ. લક્ષણ વિના પણ કોરોના કેસ આવે છે
ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યમાં 42 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4697 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.