ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે, 5000 ઇન્જેક્શન મફત આપવાની, કરી હતી જાહેરાત

સુરતમાં એક તરફ કલેક્ટર દ્વારા રેમડેસીવીર ઇન્જેકશન ખાનગી હોસ્પિટલોના દર્દીઓને નહી મળે એવી વાત કરાયા પછી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 5000 ઇન્જેક્શન મફત આપવાની જાહેરાત કરી હતી.

ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના ઉપક્રમે ભાજપ કાર્યાલય ઉધના ઉપર થી 10:30 વાગ્યાથી દર્દીને વ્યક્તિદીઠ એક રેમડેસીવીર ઇન્જેક્શન વિનામૂલ્યે આપવામાં આવશે. ડોક્ટરનું પ્રિસ્કીપશન સાથે લાવવાનું રહેશે . ફક્ત 9-4-21 તથા 10-4-21 ના ડોક્ટરના પ્રિસ્કીપશન માન્ય રહેશે. કુપન આપી જથ્થા પ્રમાણે ઇન્જેક્શન ઉપલબ્ધ કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી પરિવાર સુરત મહાનગર.

મહત્વની વાત છે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સુરતમાં થયેલ મિટિંગ બાદ સુરતમાં કોરોના વાયરસની ગંભીરતા જોતા આ ઇન્જેક્શન ફાળવવાની જાહેરાત કરી હતી. અને પ્રથમ સ્ટોકમાં 2500 ઇન્જેક્શન પણ ફાળવવામાં આવ્યા હતા. જો કે આ ઇન્જેક્શનનો જથ્થો લગભગ સમાપ્ત થવાને આરે આવતા સુરત જિલ્લા કલેકટરે હવેથી ખાનગી હોસ્પિટલમાં ઇન્જેક્શન નહીં ફાળવાયની જાહેરાત કરી ખાનગી હોસ્પિટલના દર્દીઓને રઝળવા મૂકી દીધા હતા

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.