Royal Enfieldના ગ્રાહકો માટે માઠા સમાચાર છે. કંપનીએ પોતાની ઘણી મોટરસાઇકલોની કિંમતો વધારી દીધી છે. જણાવીએ કે આ વર્ષે કંપનીએ જાન્યુઆરી મહિનામાં પોતાની મોટરસાઇકલોની કિંમતો વધારી હતી.
ત્યારે કંપનીએ કોરોના મહામારીના કારણે કાચા માલની કિંમતોમાં આવેલા વધારાનો હવાલો આપ્યો હતો. કંપનીએ પોતાની સૌથી સસ્તી મોટરસાઇકલ Royal Enfield Bullet 350ની કિંમતોમાં 7000 રૂપિયાથી લઇ 13000 રૂપિયા સુધીનો વધારો કર્યો છે.
Classic 350 ના ડ્યુઅલ ચેનલ એબીએસ મોડલની હવે શરૂઆતી કિંમત 1,80,880 રૂપિયા है, જે 1,98,600 રૂપિયા સુધી જાય છે.
ગાડી બનાવવામાં ઉપયોગમાં આવતા કાચા માલની કિંમતો સતત વધી રહી છે. તેની સીધી અસર ગાડીના ખર્ચા પર થઇ રહી છે. એવામાં કંપનીઓ આ વધારાના ખર્ચાને ગ્રાહકોના ખિસ્સા પર નાખી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.