રાજ્યમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે વાયુવેગે,રાજ્યના અનેક ગ્રામ્ય વિસ્તારમાં લાગુ કરી દેવામાં આવ્યું છે લોકડાઉન

જ્યારે 20 જિલ્લા તથા શહેરમાં નાઈટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે. શનિવારે અને રવિવારે ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસો. અંતર્ગત આવતા વેપારીઓ બે દિવસ સ્વૈચ્છિક રીતે બંધ પાડશે. આ વિષયને લઈને એસો.ના પ્રમુખ સંજય જોશીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ખાસ એક પત્ર પણ લખ્યો છે.

આવનારા એક મહિના સુધી સમગ્ર ગુજરાત રાજ્યના દરેક પાન મસાલાની દુકાનના માલિકો દર શનિવારે અને રવિવારે સ્વૈચ્છિ રીતે બંધ પાડશે. લોકોના આરોગ્યને ધ્યાને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ તમામ પાન-મસાલાના વેપારીઓ સરકારને સાથ સહકાર આપશે.

એસો. સાથે જોડાયેલા 1100 જેટલા દુકાનદારો આ લોકડાઉન પાડશે. ચેમ્બર ઓફ કોમર્સ, પેલેસ રોડ જ્વેલર્સ, ધર્મેન્દ્ર રોજ વેપારી એસો., ગોલ્ડ ડીલર્સ એસો., જેમ્સ એન્ડ જ્વેલરી એસો., લાખાજીરાજ રોડ વેપારી એસો., દીવાનપરા એસો., ગુંદાવાડી વેપારી એસો., હોલસેલ ટેક્સટાઈલ્સ ગ્રૂપ, મર્ચન્ટ એસો., ક્લોથ મચર્ન્ટ એસો. અને પાન ગલ્લા વેપારી એસો. લોકડાઉનને સમર્થન આપી રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.