દેશમાં બેકાબૂ બની રહી છે કોરોનાની બીજી લહેર,દેશના 45 ટકા સક્રિય કેસ 10 જિલ્લાઓમાં

મંત્રાલયનું કહેવું છે કે બીજી લહેરની અસર દરેક રાજ્યમાં જોવા મળી રહી નથી, પણ 10 રાજ્યોની સ્થિતિ સૌથી ખરાબ છે. મંત્રાલયના અનુસાર છેલ્લા 1 દિવસમાં  1 લાખ 52 હજાર 565 નવા કેસ આવ્યા છે.

દેશમાં 83 ટકા દર્દીઓ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં મળ્યા છે. એકલા મહારાષ્ટ્રમાં 58,993, છત્તીસગઢમાં 11447 અને યૂપીમાં 12787 કેસ આવ્યા છે. આ સાથે સક્રિય કેસની સંખ્યા વધીને 10,46,631 થઈ છે.

દેશમાં 83 ટકા દર્દીઓ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં મળ્યા છે. એકલા મહારાષ્ટ્રમાં 58,993, છત્તીસગઢમાં 11447 અને યૂપીમાં 12787 કેસ આવ્યા છે. આ સાથે સક્રિય કેસની સંખ્યા વધીને 10,46,631 થઈ છે,

માર્ચના પહેલા અઠવાડિયામાં દેશમાં લગભગ 100-200 લોકોના મોત થતા હતા પણ હવે આ આંકડો 780-794 સુધી પહોંચ્યો છે. દેશમાં એક દિવસમાં સૌથી વધારે મોત 1100 થઈ હતી. જે ગયા વર્ષના સપ્ટેમ્બરનો આંકડો છે.

ભારતમાં કોરોનાના એક દિવસના કેસ 1 લાખ 52 હજાર 565 નવા કેસ આવ્યા છે. દેશમાં કોરોનાથી એક દિવસમાં 90 હજાર 328 દર્દી રિકવર થઈ ચૂક્યા છે. તો દેશમાં કોરોનાથી એક દિવસમાં 838ના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 11 લાખ 2 હજાર 370 થઈ ચૂક્યા છે.  ભારતમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 33 લાખ 55 હજાર 465 નોંધાઈ ચૂક્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.