જાપાનમાં ડૉક્ટર્સ કોરોના વાયરસથી પીડિત, મહિલાના ફેફસાની ટ્રાન્સપ્લાન્ટ વડે કરી છે સફળ સર્જરી

જાપાનમાં ડૉક્ટર્સ કોરોના વાયરસથી પીડિત મહિલાના ફેફસાની ટ્રાન્સપ્લાન્ટ વડે સફળ સર્જરી કરી છે. અહીં ખાસ વાત એ છે કે મહિલાને બે જીવિત લોકોના ફેફસાના ભાગ આપવામાં આવ્યા છે. બંને ડોનર મહિલાનો પતિ અને પુત્ર છે. કહેવામાં આવી રહ્યું છે કે મેડિકલ ઇતિહાસમાં એમ પહેલીવાર થયું છે. ડૉક્ટરોએ દાવો કર્યો છે કે મહિલા પૂરી રીતે સ્વસ્થ થઈ જશે.

સર્જરીનો ભાગ રહેલા ડૉક્ટર હિરોશી ડેટ જણાવે છે કે આ સર્જરી વડે તેમણે દુનિયાને બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે જીવિત ડોનર્સથી ટ્રાન્સપ્લાન્ટ કરવાનો એક નવો વિકલ્પ પણ છે. રિપોર્ટ્સ મુજબ મહિલાના પુત્રએ જમણા સેગમેન્ટ આપ્યા છે, જ્યારે મહિલાના પતિએ ડાબા સેગમેન્ટ વડે મદદ કરી છે

આ સર્જરીમાં 30 લોકોની ટીમ સામેલ હતી. કહેવામાં આવી રહ્યું છે કે મહિલાને 2 મહિના બાદ હૉસ્પિટલમાંથી રજા મળી જશે. જોકે નવા વિકલ્પ બાદ પણ આ રીતેની સર્જરી ખૂબ કઠિન હોય છે. ઉલ્લેખનીય છે કે અંગદાન માટે ડૉનરને 13 મેડિકલ શરતો પૂરી કરવાની હોય છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.