રાજ્યની 6 બેઠકો પર આજરોજ પેટાચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે તેમાં રાધનપુર બેઠક પર લોકોની નજર છે. આ બેઠક પર ભાજપ તરફથી અલ્પેશ ઠાકોર જ્યારે કોંગ્રેસમાંથી રઘુ દેસાઇ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે.
ભાજપમાંથી ચૂંટણી લડી રહેલા અલ્પેશ ઠાકોર આ અગાઉ આ બેઠક પરથી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડીને જીતી ગયા હતા. જો કે કોંગ્રેસ પક્ષ છોડી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયાં હતા. આમ અલ્પેશ ઠાકોરે રાજીનામું આપતાં આ બેઠક ખાલી પડી હતી
રાધનપુર બેઠક પર કેટલા છે ઉમેદવાર
રાધનપુર બેઠકની પેટાચૂંટણીમાં કુલ 10 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં મુખ્ય ભાજપના અલ્પેશ ઠાકોર, કોંગ્રેસના રઘુ દેસાઇ જ્યારે એનસીપીમાંથી ફરસુ ગોકલાણી ચૂંટણી લડી રહ્યાં છે.
રાધનપુર બેઠક પર કેટલા મતદારો કરશે મતદાન
રાધનપુર બેઠક પર કુલ 1,40,291 પુરૂષ મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરી શકશે. જયારે મહિલાઓમાં કુલ 1,29,548 મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.