છત્તીસગઢના દંતેવાડામાં, સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે રવિવારે બપોરે,થયું છે મોટું ઘર્ષણ

છત્તીસગઢના દંતેવાડામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે રવિવારે બપોરે મોટું ઘર્ષણ થયું છે. જેની અંદર અનેક નક્સલીઓ માર્યા ગયાની આશંકા છે. જેમાંથી એક નક્સલીનો મૃતદેહ મળ્યો છે.

પોલીસને જે એક નક્સલીનો મૃતદેહ મળ્યો છે તેની ઓળખ વેટ્ટી હુંગા તરીકે થઇ છે, જેના પર એક લાખ રુપિયાનું ઇનામ હતું. ઘટનાસ્થળ પરથી સુરક્ષાદળોએ બે કિલો આઇઇડી વિસ્ફોટક જપ્ત કર્યો છે.

સરકારના જણાવ્યા પ્રમાણે છત્તીસગઢમાં 8 જિલ્લાઓ નક્સલ પ્રભાવિત છે. જેની અંદર બીજપુર, સુકમા, બસ્તર, દંતેવાડા, કંકેર, નારાયણપુર, રાજનંદગાંવ અને કોંડાગાંવનો સમાવેશ થાય છે. ગૃહ મંત્રાલયની વાર્ષિક રિપોર્ટ પ્રમાણે છેલ્લા 10 વર્ષની અંદર 3,722 નક્સલી હૂમલા થયા છે

 

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.