રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અતિગંભીર બની છે. અને આ મામલે આજે હાઈકોર્ટના ચીફ જસ્ટીસના વડપણવાળી બેંચ સુનાવણી કરશે. રાજ્યમાં કોરોના વકરેલી સ્થિતિના કારણે ઈમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઈ હોવાનું હાઈકોર્ટનું તારણ છે.
ત્યારે આ સમગ્ર મામલે આજે ચીફ-જસ્ટીસના વડપણવાળી બેંચ સુનાવણી કરશે. હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરતા અવલોકન કર્યુ છે કે છેલ્લા પાંચ-છ દિવસથી અખબારોમાં રાજ્યની વણસેલી આરોગ્યની સ્થિતિ વિશે પાનેપાનાં ભરીને સમાચારો આવે છે.
ગુજરાત રાજ્ય હવે મેડિકલ કટોકટીના આરે ઊભું છે અને જલ્દી કોઈ અસરકારક પગલાં નહીં લેવાય તો સ્થિતિ કાબૂ બહાર જતી રહેશે તેવુ લાગી રહ્યુ છે. વધુમાં અવલોકન એ પણ કર્યુ છે કે આ વાતને પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં હજી પણ રાજ્યની સ્થિતિમાં કોઈ દેખીતો ફરક પડ્યો નથી.
હાલનું હેલ્થ માળખું પડી ભાંગ્યું છે અને ટેસ્ટિંગ, હોસ્પિટલમાં બેડ, આઈસીયુની ઉપલબ્ધતા ઉપરાંત ઓક્સિજન અને રેમડેસિવિર જેવી પાયાગત ઔષધિઓ મેળવવા પણ લોકોએ રીતસર વલખાં મારવાં પડી રહ્યાં છે. મહત્વનુ છે કે ગત 6 એપ્રિલે પણ હાઇકોર્ટે કોરોનાની સ્થિતી અંગે સૂનાવણી કરી હતી. ચીફ જસ્ટિસની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ચિંતા વ્યકત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.