ભાકિયૂના રાષ્ટ્રિય પ્રવક્તાએ કહ્યું કે સરકાર જો સંયુક્ત કિસાન મોર્ચાને લઈને વાતચીત માટે આમંત્રણ મોકલશે તો તેની પર વિચાર કરવામાં આવશે, સરકાર સાથે વાતચીત ત્યાંથી જ શરૂ કરાશે જ્યાં 22 જાન્યુઆરીએ અટકી હતી.
રાકેશ ટિકૈતે કહ્યું કે સરકાર 22 જાન્યુઆરીથી પહેલા સંયુક્ત કિસાન મોર્ચાને વાર્તાનું આમંત્રણ મોકલતી રહી છે. અને તે રીતે આમંત્રણ મોકલશે તો વાત થશે.
તેઓએ કહ્યું કે 14 એપ્રિલે બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરના જન્મ દિવસે ખેડૂતોનો મોર્ચો સંવિધાન બચાઓ દિવસ ઉજવશે. આ પહેલા 13 એપ્રિલે આંદોલનના દરેક મોર્ચા પર ખાલસા પંથ સ્થાપના દિવસ મનાવાશે અને જલિયાવાલા બાગ કાંડની વરસી પર શહીદોને યાદ કરાશે.
તેઓએ આરોપ લગાવ્યો છે કે બાબા સાહેબની પ્રતિમાના અનાવરણની આડમાં ખટ્ટરના પહોંચવા દેવાશે નહીં. ટિકૈતે કહ્યું છે કે અમે બાબા સાહેબની પ્રતિમાની વિરોધમાં નથી પણ મોર્ચા હરિયાણાના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીના વિરોધમાં છે. તેઓએ આરોપ લગાવ્યો છે કે હરિયાણાના મુખ્યમંત્રી અહીં પ્રતિમાના અનાવરણ કરવા નહીં પણ ભાજપના ઈશારે એવું કરી રહ્યા છે જેથી આ ક્ષેત્રમાં સામાજિક સ્થિતિ ખરાબ ન થાય.
3 કૃષિ કાયદાની સાથે એમએસપીની ગેરેંટીની માંગ પર પણ ખેડૂતો દિલ્હી સીમા પર લગભગ સાડા ચાર મહિનાથી બેઠા છે પણ કોઈ સુનાવણી થઈ નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.