વધતા કેસને લઈને ઉદ્ધવ ઠાકરેએ રવિવારે સાંજે કોવિડ ટાસ્ક ફોર્સની સાથે બેઠક કરી હતી. કોવિડ ટાસ્ક ફોર્સે 2 અઠવાડિયાના કડક લોકડાઉનની તરફેણ કરી છે. ટાસ્ક ફોર્સે રાજ્યની ચેન તોડવા માટે 15 દિવસ માટે કડક લોકડાઉનની વકીલાત કરી છે. જ્યારે સીએમ ઉદ્ધવ ઠાકરેએ 8 દિવસના લોકડાઉનનું સમર્થન કર્યુ છે.
મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાનો રેકોર્ડ 63, 294 નવા મામલા સામે આવ્યા છે. જ્યારે 349 લોકોના મોત થયા છે. આ બાદ અહીં કુલ કોરોનાના સંક્રમિતોની સંખ્યા વધીને 34 લાખ 7 હજાર 245 થઈ ગઈ છે.
જોકે મુંબઈમાં કેટલીક જગ્યાઓ અને બજારો પર મોટી સંખ્યામાં જામ તથા અંતરના નિયમ તુટતા પણ જણાવ્યા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં લોકડાઉન અથવા અનેક નિર્ણય જારી કરતા પહેલા સીએમ જનતાને એક અથવા 2 દિવસનો સમય આપી શકે છે. સીએમ કાર્યાલયે કહ્યું કે લોકડાઉનને લઈને રાજ્યના તમામ જિલ્લા માટે એક સરખી ગાઈડલાઈન તૈયાર કરવામાં આવશે. આ તમામની વચ્ચે સીએમ ઠાકરેએ મહારાષ્ટ્રમાં રસીના સપ્લાય પર પીએમ મોદીને બીજી વાર ચિઠ્ઠી લખવાનો નિર્ણય કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.