મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાનો રેકોર્ડ 63, 294 નવા મામલા સામે આવ્યા છે. જ્યારે 349 લોકોના મોત થયા છે. આ બાદ અહીં કુલ કોરોનાના સંક્રમિતોની સંખ્યા વધીને 34 લાખ 7 હજાર 245 થઈ ગઈ છે.
શિવસેનાના મુખપત્ર સામનામાં લખ્યું છે કે મહારાષ્ટ્રમાં કડક લોકડાઉન લગાવવું જ પડશે. એવા સંકેત મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આપ્યા છે. વિપક્ષને લોકડાઉનના કારણે લોકોના અર્થચક્ર બગડી જવાને ડર સતાવી રહ્યો છે તે સ્વાભાવિક છે. પરંતુ હાલ લોકોના જીવ ગુમાવવાનો અનર્થચક્ર ચાલુ છે તેને રોકવા માટે કડક લોકડાઉન અને પ્રતિબંધો જરુરી છે. એવું મુખ્યમંત્રીનું કહેવું છે.
બેઠકમાં ટાસ્ક ફોર્સે રાજ્યોમાં બેડની અછત, ઓક્સિજન સિલેન્ડર, વેન્ટિલેટરની અછતને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને હોસ્પિટલોમાં અનેક પર્યાપ્ત વ્યવસ્થાને સુનિશ્ચિત કરવાનુ કહેવામાં આવ્યું છે.
બીએમસીએ શુક્રવારે મુંબઈના પ્રાઈવેટ સેન્ટરોમાં રસીની અછતના કારણે રસીકરણ બંધ કરી દીધું હતુ. સરકારી કેન્દ્રો પર રસીકરણ ચાલું છે.
મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં રસીની અછતના મામલે કેન્દ્ર સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે. જો કે કેન્દ્રનું કહેવું છે કે દેશમાં રસીની અછત નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને હાલમાં જ ઉદ્ધવ ઠાકરેના દાવાનો ફગાવી દીધો હતો. હર્ષવર્ધને કહ્યું હતુ કે કોઈ પણ રાજ્યમાં રસીની અછત નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.