વસીમ રિઝવી શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન,વસીમ રિઝવીને સુપ્રીમે 50,000 નો દંડ ફટકાર્યો

શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવીએ આતંકવાદના ઉત્તેજનનું ઉદાહરણ આપીને જનહિતની અરજી દાખલ કરી હતી.

વસીમ રિઝવીએ 26 આયાતોનો ખાસ ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેનાથી કટ્ટરતા અને આતંકવાદને ઉત્તેજન મળી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે આ આયતોને પાછળથી કૂરાનમાં સામેલ કરવામાં આવી હતી

આ કેસની સુનાવણી શરુ થયા બાદ જસ્ટિસ નરિમાને સિનિયર એડવોકેટ રવિન્દ્ર કુમાર રાયજાદાને પૂછ્યું કે શું તેઓ પિટિશન અંગે ગંભીર છે અને તાકીદની સુનાવણી કરવા માંગે છે.

જસ્ટિસ નરિમાનના સવાલ બાદ વકીલ રાયજાદાએ એવો જવાબ આપ્યો કે તેઓ મદરેસા એજ્યુકેશનના નિયમો હેઠળ નમાઝને લાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે મારી રજૂઆત એવી છે કે આ ઉપદેશો હિંસાને ઉત્તેજન આપે છે.

રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગે તેને કોમી એકતા બગાડી નાખવાની એક કોશિશ તરીકે ગણાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.