નોકરી કરનારા માટે વધી રહ્યો છે ખતરો,એપ્રિલમાં વધ્યો બેરોજગારીનો દર

એક તરફ કોરોના વાયરસથી લોકોમાં ફરી ડરનો માહોલ બની રહ્યો છે તો અન્ય તરફ Retail Inflation ફરી વધવાનું શરૂ થયું છે. આ સિવાય ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે રોજગારને લઈને પણ નિરાશા જનક રિપોર્ટ સામે આવ્યો છે

ગયા વર્ષે કોરોના સંકટના કારણે લાગેલા લોકડાઉનથી અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થયું હતું ત્યારે લાખો લોકોની નોકરીઓ ગઈ હતી અને કરોડોનો રોજગાર પણ ઠપ થયો હતો. હવે કોરોનાની સેકંડ વેવના કારણે નોકરી પર ફરીથી ખતરો વધ્યો છે. વધતી બેરોજગારીના દરના આધારે કહી શકાય છે કે લોકોમાં ડર પણ એક કારણ છે. એપ્રિલમાં શહેરી વિસ્તારની બેરોજગારીનો દર 8 ટકા થયો છે. જ્યારે માર્ચમાં આ દર 7.84 ટકા થયો હતો. ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર 6.7 ટકા રહ્યો છે.

લોકડાઉનમાં ઢીલાશ બાદ અર્થવ્યવસ્થા પાટા પર આવતી જોવા મળી અને સાથે 2 મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થતાં લોકો ફરીથી વતન તરફ દોટ મૂકી રહ્યા છે. આ સાથે સારા સમાચાર એ પણ છે કે ઈ કોમર્સ કંપનીઓ નવી નોકરી લાવવાની તૈયારીઓ કરી રહી છે. કોરોનાના વધતા કેસને લઈને ફરી ઈ-કોમર્સ કારોબારમાં ઉછાળો આવી શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.