આજે ચૈત્રિ નવરાત્રિનો પ્રારંભ,જાણો કળશ સ્થાપનાની વિધિ, પૂજન સામગ્રી અને મૂહૂર્ત

આ વખતે ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ 13 એપ્રિલે મંગળવારે થઈ રહ્યો છે. ચૈત્ર નવરાત્રિની નવમી તિથિ 21 એપ્રિલે છે. જેમાં વ્રત પારણા 22 એપ્રિલે થશે. આ 9 દિવસમાં વ્રત સાથે માતા દુર્ગાના 9 રૂપની પૂજા કરાય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ 9 દિવસ માતાની ઉપાસના કરવાની સાથે ભક્તોની ઈચ્છા પૂરી થાય છે. આમ તો નવરાત્રિના તમામ દિવસોને મહત્વના માનવામાં આવે છે, તેમાં પ્રથમ દિવસ મહત્વનો રહે છે.

નવસંવત્સરના પ્રથમ દિવસે 13 એપ્રિલે સવારે 2. 32 મિનિટથી ગ્રહોના રાજા સૂર્યનો મેષ રાશિમાં ગોચર થઈ રહ્યો છે. સાથે સંવત્સર પ્રતિપદા અને વિષુવત સંક્રાંતિ બંને એક જ દિવસે આવી છે.

આ પછી કળશમાં જળ ભરો અને ઉપરના ભાગમાં કલાવા બાંધો. કળશના મુખમાં કેરી કે અશોક એટલે કે આસોપાલવના પાન રાખો. હવે નારિયેળ પર નાડાછડી બાંધો અને નારિયેળને લાલ કપડામાં લપેટીને કળશ પર રાખો અને પાનને વચ્ચે રાખો. આ પછી મા દુર્ગાનું આહ્વાન કરો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.