ગુજરાતમાં કોરોનાની લહેર ‘સુનામી’ બની ગઈ,સુરતમાં ભયંકર પરિસ્થિતિ, સ્મશાનોમાં ચિંતાજનક દ્રશ્યો

સુરતમાં મોટી સંખ્યામાં અગ્નિ સંસ્કારની પ્રક્રિયા બાદ પણ લોકોમાં પરિજનોએ અંતિમ ક્રિયા માટે કલાકો રાહ જોવી પડી રહી છે.

આ વખતે ગુજરાતમાં હાલત એવી થઈ ગઈ છે કે મૃતકોને રિત-રિવાજો અને સમય પર અંતિમ સંસ્કાર નસીબ નથી થઈ રહ્યાં. અહીં મોતનો આંકડો એટલો છે કે સ્મશાન ઘાટ પર અંતિમ ક્રિયા કરવી મુશ્કેલ થઈ રહી છે. સ્થિતિ એવી છે કે સતત થઈ રહેલા અંતિમ સંસ્કારને કારણે સ્મશાનની ભઠ્ઠીઓ, ચીમનીઓ પણ પીગળવા લાગી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર શહેરમાં ત્રણ મુખ્ય સ્મશાન છે. આ જગ્યાઓ પર દિવસભર અગ્નિસંસ્કાર ચાલુ રહે છે. જેના કારણે ભઠ્ઠીઓ પીગળી રહી છે. અહીં દિવસભર મૃતદેહો આવતા રહે છે. સરકારી વાહનો ઉપરાંત પ્રાઈવેટ ગાડીઓ પણ મૃતદેહો લઈને સ્મશાન પહોંચી રહ્યાં છે. રિપોર્ટ્સ અનુસાર આ દરમ્યાન સૌથી વધુ મૃતદેહો રામનાથ ઘેલા સ્મશાન પર આવી રહ્યાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે અહીં રોજ 100 મૃતદેહો પહોંચી રહ્યાં છે.

સ્મશાનોની પરિસ્થિતિ એવી છે કે સ્મશાનોની બહાર પણ અંતિમ સંસ્કાર કરવાની હાલત ઊભી થઈ ગઈ છે. 24-24 કલાક સુધી સ્મશાનો ચાલુ રાખવા પડી રહ્યા છે.

ગ્રામજનોનો દાવો છે કે આ સ્મશાન કોવિડના દર્દીઓ માટે ઊભું કરવામાં આવ્યું અને રાત્રિ દરમિયાન દર્દીઓના અંતિમ સંસ્કાર કરાતા હોવાનો આક્ષેપ હોવાથી મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.