તમામ રાજ્યોના રાજ્યપાલ સાથે પ્રધાનમંત્રીની આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે હવે મહારાષ્ટ્ર પછી, બીજા ઘણા રાજ્યોમાં પણ કોરોના બેકાબૂ બની રહ્યા છે.
આ અગાઉ 8 એપ્રિલે પીએમ મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક પણ કરી હતી. તે સમયે પ્રધાનમંત્રી તમામ રાજ્યોના રાજ્યપાલોને પણ કોરોના વિરુદ્ધના અભિયાનમાં જોડાવા કહ્યું હતું.
કેન્દ્ર સરકારે દેશમાં કોરોના પરિસ્થિતિને લઈને માહિતી આપતા કહ્યું હતું કે હાલના નવા કેસોમાંથી 80 ટકા કેસ માત્ર 10 રાજયોમાંથી જ આવી રહ્યા છે.તે જ સમયે, દેશમાં કોરોનાના આવતા નવા કેસોમાં 80.80 ટકા મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત 10 રાજ્યોના છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં કુલ 1,61,736 નવા કેસ નોંધાયા છે
એકલા મહારાષ્ટ્રમાં 44.78 ટકા કેસ છે. મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, દિલ્હી, તમિળનાડુ, મધ્યપ્રદેશ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, કેરળ, તેલંગાણા, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ – સોળ રાજ્યોમાં નવા દૈનિક કેસ વધી રહ્યાં છે
મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપના 6826 નવા કેસ નોંધાયા છે. આ સાથે, તે જ સમયગાળામાં 3518 દર્દીઓ સાજા થયા અને 65 લોકો મૃત્યુ પામ્યા છે. જિલ્લામાં હવે સંક્રમણના કુલ કેસ 2 લાખ 91 હજાર 43 પર પહોંચી ગયા છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.