પહેલા તબક્કામાં આ 2 સરકારી બેંકોનું થશે ખાનગીકરણ,આ બેઠક 14 એપ્રિલ એટલે કે આજ થશે

બેંકના ખાનગીકરણની પહેલી પ્રક્રિયા માટે સરકાર ઓછામાં ઓછા 2 સાર્વજનિક સેક્ટરની બેંકો પર નિર્ણય લઈ શકે છે. અનેક મીડિયા રિપોર્ટ મુજબ ખાનગીકરણ માટે શક્ય બેંકોના નામને અંતિમ રુપ આપવા માટે 14 એપ્રિલે ભારતીય રિઝર્વ બેંક, નાણા મંત્રાલયની સેવાઓ અને આર્થિક મામલાઓના વિભાગો વરિષ્ઠ અધિકારીઓની વચ્ચે બેઠક થશે. આમાં અનેક નિર્ણય આવી શકે છે.

પ્રાઈવટાઈજેશનની લિસ્ટમાં બેંક ઓફ મહારાષ્ટ્રા(bank of maharashtra), ઈન્ડિયન ઓવરસીઝ(Indian overseas bank), બેંક ઓફ ઈન્ડિયા (Bank of India) , સેન્ટર બેંકના નામની ચર્ચા છે.

મંગળવારે આ બેંકોના શેરમાં ભારે ઉઠાળો જોવા મળ્યો હતો. બીએસઈ પર આપવામાં આવેલી જાણકારી મુજબ અનેક ડીલ્સ હેઠળ 1 લાખથી વધારે શેરમાં ફેરફાર બાદ બીએસઈ પર મંગળવારે બેંક ઓફ મહારાષ્ટ્રના શેરમાં 15.6 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

નીતિ આયોગ મુજબ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ઉપરાંત જે બંકોનું છેલ્લા કેટલાક સમયથી એકિકરણ કરવામાં આવ્યું છે તે બેંકોનું પ્રાઈવટાઈજેશન નહીં થાય.

આવનારા કારોબારી વર્ષમાં 2 બેંકોના ખાનગીકરણની તૈયારી છે. ખાનગીકરણની લિસ્ટમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, ઈન્ડિયન ઓવરસીજ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંકના નામની ચર્ચા છે. અત્યાર સુધી ખાનગીકરણની લિસ્ટમાં બેંકોની અંતિમ પસંદગી નથી કરવામાં આવી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.