પહેલી વાર દેશમાં રેકોર્ડ 1 લાખ 85 હજારથી વધારે કેસ આવ્યા,દર્દીઓ અને મોતના આંકમાં સતત વધારો થઈ રહ્યો છે

પહેલી વાર દેશમાં રેકોર્ડ 1 લાખ 85 હજારથી વધારે કેસ આવ્યા છે. ભારતમાં કોરોનાના એક્ટિવ મામલા હવે 13 લાખને પાર થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસોમાં દેશમાં સતત દોઢ લાખથી વધારે કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે.

જ્યારે 1 હજારથી વધારે મોત થતા કુલ મોતનો આંક 1, 72, 115 થઈ ગઈ છે. ગત દિવસોમાં સતત પોઝિટિવ આવનારા મામલાની સાથે કોરોનાથી સાજા થનારાના દરમાં ઘટાડો થયો છે.

ગત 24 કલાકમાં આવેલા કુલ કેસ- 1,85,248
ગત 24 કલાકમાં થયેલી મોત – 1, 026
ગત 24 કલાકમાંમાં સાજા થનારા કેસ- 82, 231
ભારતમાં કુલ કેસનો આંકડો – 13,871, 321
દેશમાં મરનારાનો આંકડો- 1,72,115
દેશમાં કુલ સાજા થનારા નો આંકડો- 12, 332, 688

મહારાષ્ટ્રમાં બ્રેક ધ ચેન નામનુ અભિયાન હેઠળ 15 દિવસ સુધી કલમ 144 લાગૂ રહેશે. આ દરમિયાન ફક્ત જરુરી સેવાઓ માટે ઘરની બહાર નિકળી શકશો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.