રસીકરણ એક્સપર્ટ ગૂ્રપની સલાહ પછી સરકાર ટૂંક સમયમાં આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરશે. અન્ય દેશોમાં મંજૂર થયેલી મોડેર્ના, જોન્સન, ફાઈઝર વગેરે રસીઓ આયાત કરાશે.
ભારતમાં ડોક્ટર રેડ્ડીઝ દ્વારા રશિયા માટે આ રસી બને જ છે. પરંતુ હવે રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઈએફ)થી અન્ય કંપનીઓ પણ આ રસી બનાવતી થશે. એ કંપનીઓમાં ગ્લેન્ડ ફાર્મા, હેટ્રો બાયોફાર્મા, પિનાસિઆ બાયોટેક, સ્ટેલિસ બાયોફાર્મા અને વિર્ચો બાયોફાર્માનો સમાવેશ થાય છે. ભારતમાં આ રસીના વર્ષે ૮૫ કરોડ ડોઝ બનાવાની ક્ષમતા છે.
જો બધુ બરાબર જણાશે તો દેશમાં તેનો વ્યાપક ઉપયોગ થવા દેવાશે. ભારતમાં રસીકરણ વ્યાપક બને અને મહત્તમ લોકો આવરી લેવાય એ અત્યારના સમયનમી સૌથી મોટી જરૂરિયાત છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.