મંગળવારે બપોરે સિવિલના દરવાજા બહાર ૨૫ જેટલી એમબ્યુલન્સ દર્દીઓને લઈ લાઈનમાં ઉભી રહેલી જોવા મળી હતી.દરમ્યાન કેટલાક દર્દીઓને તો એમબ્યુલન્સમાં જ સારવાર આપવાની ફરજ પડી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
અમદાવાદ શહેરમાં સતત વધી રહેલાં કોરોનાના કેસની સાથે શહેરની મોટાભાગની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે રાખવામાં આવેલા બેડ ભરાઈ જતાં સિવિલ કેમ્પસમાં આવેલી હોસ્પિટલો ઉપર ભારણ વધવા પામ્યું છે.સિવિલ કેમ્પસની હાલત હાલ એવી જોવા મળી રહી છે કે,સવારથી લઈને રાતભર દર્દીઓને લઈને આવતી ૧૦૮ એમબ્યુલન્સ હોય કે મૃતકને લઈ જવા પહોંચતી શબવાહિની હોય એની સાયરનોથી જ કેમ્પસ ગુંજતુ રહે છે
હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.જે.વી. મોદીના કહેવા પ્રમાણમાં હોસ્પિટલમાં એક પેશન્ટને સારવારમાંથી મુકત કરવામાં આવ્યા બાદ વોર્ડમાં કરવી પડતી કેટલીક આરોગ્ય વિષયક પ્રક્રીયાને કારણે સિવિલ કેમ્પસ બહાર એમબ્યુલન્સની લાઈન જોવા મળી રહી છે.
અસારવા કેમ્પસમાં આવેલા મેડિસીટી કેમ્પસમાં ભયાવહ સ્થિતિ જોવા મળી રહી છે.જયાં એક તરફ દરવાજા બહાર કોરોનાના દર્દીઓને સારવાર આપવા માટે ૧૦૮ અમ્બ્યુલન્સ રાહ જોતી ઉભી રહેલી જોવા મળી રહી છે.ત્યાં બીજી તરફ જેમના સ્વજનનું સારવાર દરમ્યાન મરણ થયુ હોય છે.એમના સ્વજનોને સાતથી આઠ કલાકની જહેમત બાદ મૃતદેહ સોંપવામાં આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.