જ્હોન હોપકિંગ મેડિસનના વિશેષજ્ઞોનું કહેવું છે કે, કોરનાની બીજી લહેર માટે લોકોનું વર્તન જવાબદાર છે

ગયા વર્ષે જ્યારે ભારતમાં પહેલી વખત કોરોના વાયરસે દસ્તક આપી હતી, ત્યારે દેશમાં કડક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. સંદેશ સાફ હતો કે આ જીવલણ વાયરસ અમીર-ગરીબ, જાતિ-ધર્મથી પરે સૌને પોતાની ચપેટમાં લઈ રહ્યો છે. જો આ ભારતમાં ફેલાયો તો ઝડપથી સવા અરબની વસ્તીવાળા દેશમાં ખાનાખરાબી સર્જી મૂકે તેમ છે.

આ જ કારણ છે કે દુનિયાભરના વિશેષજ્ઞોએ આગાહી કરી છે કે, ભારતમાં કોરોના ઘણો કાળો કેર વર્તાવી શકે છે. ભારતના છેલ્લાં 24 કલાકના આંકડા બતાવે છે કે, 1 લાખ 68 હજાર કરતા વધારે કેસો જોવા મળ્યા છે. જેમાં 904 લોકોએ પોતાનો જીવ પણ ગુમાવી દીધો છે. ઘણી જગ્યાઓએ નાઈટ કર્ફ્યૂ અને કડક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. પરંતુ તેમ છતા કેસોની સંખ્યા ઓછી થઈ રહી નથી. મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉન પર નિર્ણય આવવાનો બાકી છે અને કોવિડ ટાસ્ક ફોર્સે 14 દિવસના લોકડાઉનની માંગણી કરી છે

જ્હોન હોપકિંગ મેડિસનના વિશેષજ્ઞોનું કહેવું છે કે, કોરનાની બીજી લહેર માટે લોકોનું વર્તન જવાબદાર છે. ગયા વર્ષે લગાવવામાં આવેલા સખત લોકડાઉને ભારતમાં કોવિડ-19 મહામારીની સ્પીડ ધીમી કરી દીધી હતી. કોરોના પ્રોટોકોલને અપનાવતા લોકોએ માસ્ક પહરેવાનું અને બે ગજની દૂરી બનાવી રાખી હતી અને નિયમિતરીતે હાથની સફાઈ કરી હતી, જેના કારણે કોરોનાની સ્પીડ કંટ્રોલ કરવામાં સફળતા મળી હતી

અલગ-અલગ વિધાનસભાની ચૂંટણીઓને લીધે થનારી રેલીઓમાં ભીડ ભેગી કરાવી રાજકારણીઓએ ખોટો સંદેશો આપ્યો છે. રેલીઓમાં ભેગી થઈ રહેલી ભીડને લીધે લોકોની સુરક્ષાને જોખમમાં મુકવામાં આવી રહી છે. રાજકારણીઓ બે ફૂટની દૂરી રાખવાનું કહે છે પરંતુ, જ્યારે તેઓ વિશાળ રેલીને સંબોધિત કરે છે તે સમયે આ કાયદો કોઈને લાગૂ પડતો નથી.

પશ્ચિમ બંગાળમાં પણ ચૂંટણી માટેની વિશાળ રેલીઓ કરવામાં આવી રહી છે તેમાં કોઈ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતું નથી. તેની સાથે હરિદ્વારમાં યોજાયેલા કુંભમેળામાં પણ કોઈ પ્રકારની કોરોના ગાઈડલાઈનનું પાલન થતું હોવાનું દેખાઈ રહ્યું નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.