કેટલાક ફ્રોડર્સ LIC અધિકારી, એજન્ટ કે વીમા નિયામક IRDAના અધિકારી બનીને ગ્રાહકોને ફોન કરે છે અને મોટી છેતરપિંડી કરી જાય છે. આ કોલમાં તેઓ ઇન્શ્યોરન્સ પોલિસી સંબંધિત ફાયદાઓને જણાવે છે. આ રીતે તેઓ વર્તમાન પોલિસીને સરેન્ડર કરવા માટે ગ્રાહકોને રાજી કરી લે છે.
જ્યારે કેટલાક ગ્રાહકો દ્વારા સરેન્ડર કરવામાં આવેલી રકમને ખોટા વાયદા કરીને અન્ય સ્થળે રોકાણ કરાવી દે છે. આ પ્રકારે કંપનીના પ્રતિનિધિ બનીને પોલિસી હોલ્ડર્સને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે.
કંપનીએ ગ્રાહકોને અપીલ કરી છે કે કોઈ અજાણ્યા નંબરથી આવતા ફોન કોલ્સને અટેન્ડ ન કરો. LICએ ગ્રાહકોને સલાહ આપી છે કે તેઓ પોતાની પોલિસીને LICની ઓફિશિયલ વેબસાઇટ પર રજિસ્ટર કરાવી લે અને ત્યાં તમામ જાણકારીઓ ઉપલબ્ધ થશે.
- કોઈ એવા એજન્ટ પાસેથી જ પોલિસી ખરીદો જેની પાસે IRDA દ્વારા આપવામાં આવેલું લાઇસન્સ હોય કે LIC દ્વારા જાહેર કરવામાં આવેલું આઇડી કાર્ડ હોય.
- આ ઉપરાંત જો કોઈ ગ્રાહકને કોઈ ભ્રામક કોલ્સ આવે છે તો તેઓ co_crm_fb@licindia.com પર ઈમેલ કરીને ફરિયાદ નોંધાવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.